Gujarat

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ

By GS TEAM
5 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 'વાઈબ્રન્ટ ઉત્સાહ'ની વચ્ચે એક 'બીમાર સત્ય બહાર આવ્યું છે. સરકારી ચોપડે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ભલે હરણફાળ ભરી રહ્યું હોય, પણ વાસ્તવિંક્તા એ છે કે, આ હરણફાળ સીધી હોસ્પિટલના ખાટલા સુધી જઈને અટકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખ લોકોએ હોસ્પિટલના સારવાર લીધી છે, જે સાબિત કરે છે કે રાજ્યમાં 'આરોગ્યની સુખાકારી' ફક્ત હોડિંગ્સ પર જ ચમકી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ
AI Image

Gujarat Health Reality: ગુજરાતમાં 'વાઈબ્રન્ટ ઉત્સાહ'ની વચ્ચે એક 'બીમાર સત્ય બહાર આવ્યું છે. સરકારી ચોપડે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ભલે હરણફાળ ભરી રહ્યું હોય, પણ વાસ્તવિંક્તા એ છે કે, આ હરણફાળ સીધી હોસ્પિટલના ખાટલા સુધી જઈને અટકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખ લોકોએ હોસ્પિટલના સારવાર લીધી છે, જે સાબિત કરે છે કે રાજ્યમાં 'આરોગ્યની સુખાકારી' ફક્ત હોડિંગ્સ  પર જ ચમકી રહી છે.

ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે

એક તરફ, ગુજરાતમાં 'મેડિકલ ટૂરિઝમ'ના નામે ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવનારાં વિદેશી મહેમાનો-પ્રવાસીઓને આધુનિક હોસ્પિટલો દેખાડી આરોગ્ય સુવિધાનું ચિત્ર રોગચાળો દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઘરઆંગણે એવી સ્થિતિ એ છે કે, છે કે, ગુજરાતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. હજારો લાખો લોકો વિવિધ બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. છેલ્લાં દર્દીઓએ સારવારતો લીધી તે પેટે રાજ્ય સરકારે 6966 રૂપિયા ત્રણ વર્ષમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ ફરિયાદના આદેશ

ત્રણ વર્ષમાં જ 33 લાખ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ખુદ આરોગ્ય વિભાગનું કહેવુ છેકે, સૌથી વધુ અમદાવાદમાં 6.32469 દર્દીઓ દાખલ થયા હતાં જેની પાછળ 1515 કરોડ રૂપિયા ખર્ચાયા હતાં. જ્યારે રાજકોટમાં 3,51,314 દર્દીઓએ સારવાર મેળવી જેના માટે 799 કરોડ રૂપિયા હોસ્પિટલને ચૂકવાયા હતાં. સુરતમાં 3,11385 દર્દીઓએ સારવાર મેળવી તો દાવા પેટે  877 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઇ હતી. આ ઉપરાંત વડોદરામાં 2.38 લાખ દર્દીઓ બિમાર થતા તેમની સારવાર માટે સરકારે 517 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડયો હતો.

કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં હવે બીમારી પર કાબૂ મેળવવા કરતા 'આંકડા છુપાવવા પર વધુ કાબૂ મેળવવા સરકાર મથામણ કરતી હોય તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ દદીઓની સંખ્યા જોતા એવું લાગે છે કે, આરોગ્ય વિભાગ જ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતી સર્જાઈ છે. આમ છતાં સરકાર એક વાતનું રટણ રટી રહી છેકે, ઓલ ઇઝ વેલ.