Gujarat

ઝૂમ બરાબર ઝૂમ... હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા!

By GS TEAM
7 Nov 20252 mins read
TukuTouch Logo
પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂબંધી છતાંય ગિફ્‌ટ સિટીમાં દારૂ પી શકાય તેમ છે. હજુ સરકાર અન્ય સ્થળોએ ગિફ્‌ટ સિટીની જેમ સુવિધા વાઈન એન્ડ ડાઇન ફેસીલીટી ઊભી કરવા તૈયારી કરી રહી છે. ત્યાં હવે ગુજરાતમાં આંગળીના ટેરવે દારૂની પરમિટ મળી શકશે. ગુજરાત સરકારે દારૂ પીનારાઓને કોઈ તકલીફ ન પડે તે માટે મોબાઇલ એપના માધ્યમથી પરમીટ મળે તેવી સુવિધા ઊભી કરવા તૈયારીઓ કરી છે. એકાદ મહિનામાં જ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે આ સુવિધા શરૂ થાય તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝૂમ બરાબર ઝૂમ... હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા!

Liquor Permit In Gujarat: પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂબંધી છતાંય ગિફ્‌ટ સિટીમાં દારૂ પી શકાય તેમ છે. હજુ સરકાર અન્ય સ્થળોએ ગિફ્‌ટ સિટીની જેમ સુવિધા વાઈન એન્ડ ડાઇન ફેસીલીટી ઊભી કરવા તૈયારી કરી રહી છે. ત્યાં હવે ગુજરાતમાં આંગળીના ટેરવે દારૂની પરમિટ મળી શકશે. ગુજરાત સરકારે દારૂ પીનારાઓને કોઈ તકલીફ ન પડે તે માટે મોબાઇલ એપના માધ્યમથી  પરમીટ મળે તેવી સુવિધા ઊભી કરવા તૈયારીઓ કરી છે. એકાદ મહિનામાં જ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે આ સુવિધા શરૂ થાય તેવી શક્યતા છે.

મોબાઇલ એપનું ટ્રાયલ પૂર્ણ, ગિફ્‌ટ સિટીમાં પણ મોબાઇલ એપથી દારૂ મળી રહેશે

ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના બહાને દારૂની છૂટછાટ આપવામાં આવી રહી છે. એવી ચર્ચા છે કે, ગિફ્‌ટ સિટી પછી સુરતમાં ડાયમંડ બુર્સ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છના રણોત્સવ સહિત પ્રવાસન સ્થળોએ આવનારાં પ્રવાસીઓને દારૂ પીવાની સુવિધા મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે.આ દરમિયાન, ગુજરાત સરકારે હવે દારૂની પરમિટ આપવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નક્કી કર્યું છે કે, ગુજરાતના પ્રવાસે આવનારાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને દારૂની પરમિટ મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. 


સ્ટાર હોટલ-રિસોર્ટ પર દારૂની દુકાનમાં ફોર્મ ભરવાથી માંડીને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે જે આધારે પરમિટ અપાય છે. આ બધીય ઝંઝટમાંથી મુક્તિ કરવાના ભાગરુપે સરકારે એક મોબાઇલ એપ વિકસાવી છે જેમાં આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકાશે. આ ઉપરાંત પેમેન્ટ પણ ચૂકવી શકાશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ ઓનલાઇન પરમીટ અપાશે જે આધારે માન્ય હોટલ-રિસોર્ટ પરથી પરમીટધારક દારૂની ખરીદી કરી શકશે. આ જ સુવિધા ગિફ્‌ટ સીટીમાં પણ ઉપલબ્ધ કરાશે. અહીં નોકરી કરનારાંને પણ દારૂ પીવાની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે હવે ઓનલાઇન પરમીટ મેળવી શકાશે. 

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા

મોબાઇલ એપ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ હશે.મોબાઇલ એપ્લિકેશનનું ટ્રાયલ થઇ ચુક્યુ છે. પંદરેક દિવસમાં જ મોબાઇલ એપથી દારૂની પરમિટ મળતી થઇ જશે તેવુ જાણવા મળ્યુ છે. સરકારનો દાવો છે કે, સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે દારૂ પરમિટ મેળવવાનું સરળ બનશે. ટૂંકમાં, રાજ્ય સરકારે દારૂ પીનારાઓને પરમીટ માટે હેરાનગતિ ન થાય તેવી વ્યવસ્થા કરી છે.