મફત કાનૂની સહાય માટે આવક મર્યાદામાં કરાયો વધારો, 13 વર્ષે 1 લાખથી વધારી 3 લાખ કરાઈ
Gujarat Govt Raised Income Limit For Free Legal Aid: રાજ્યના નબળા અને ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને મફત કાનૂની સહાય માટેની આવક મર્યાદામાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આવક મર્યાદા 1 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે પણ છૂટાછવાયા માવઠાંનું એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 5 જિલ્લામાં કમોસમી વરસાદ
કોને મળે છે મફત કાનૂની સહાય?
કાનૂની સેવા સત્તામંડળની રચના કરવાના હેતસુર ઘ લીગલ સર્વિસ ઑથોરિટી 1987 અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ 1997નો કાયદો હાલ ગુજરાતમાં અમલી છે. આ કાયદાની કલમ-12 મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના તેમજ મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોથી માંડી ઔદ્યોગિક કામદારો તેમજ નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત કાનૂની સહાય આપવામાં આવે છે.
મોંઘવારી વધતાં આવક મર્યાદામાં કરાયો ફેરફાર
મોંઘવારી વધતાં વર્ષ 2012માં નિયમ-20માં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને એક લાખ કરવામાં આવી હતી. જોકે, હવે સરકારે ફરી એકવાર જોગવાઈમાં સુધારો કરીને કેબિનેટ બેઠકમાં આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે.