Get The App

શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે 1 - image


TET-1 Teacher Eligibility Exam: ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા માટે પીટીસીના બીજા વર્ષના વિદ્યાથીઓને ફોર્મ ભરવામાંથી બાકાત કરાયા હતા. જેને પગલે વિદ્યાથીઓએ આ મુદ્દે વિરોધ કરીને તક આપવા માટે સરકારને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારે મંજૂરી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડે નિયમમાં ફેરફાર કરતા તક આપી છે અને ફોર્મ ભરવાની મુદત તેમજ પરીક્ષા તારીખ બદલી છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા આગામી મહિને ડિસેમ્બરમાં લેવામ આવશે. જેના માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા રહી છે, ત્યારે ધો.1થી 5 માટે પીટીસી પાસ વિદ્યાથીઓ લાયક ગણવામા આવ્યા છે. પરંતુ પીટીસીમાં બીજા-છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાથીઓને ફોર્મ ભરવા દેવાની છુટ ન અપાઈ હતી. જેને પગલે આ મુદ્દે વિરોધ થયો હતો અને સરકારને રજૂઆત થઈ હતી. આ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડે પણ સરકારની મંજૂરી માંગી હતી. 

આ પણ વાંચો: 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે

સરકારની મંજૂરી મળતા અગાઉની જેમ આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડે પીટીસીના બીજા વર્ષના વિદ્યાથીઓને લાયક ગણીને ફોર્મ ભરવાની મુદત આપી છે. આ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની મુદત વધારીને 18 નવેમ્બર અને ફી ભરવાની મુદત 20મી નવેમ્બર કરાઈ છે. જ્યારે ટેટ-1 પરીક્ષાની તારીખ પણ બદલાઈ છે. હવે પરીક્ષા 21મી ડિસેમ્બરે લેવાશે. જો કે, ભરતી સમયે પીટીસીના-ડીએલએડ, બીઈડીએલઈડીના અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે.

Tags :