10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે

Gujarat Farmers: કમોસમી વરસાદથી ગુજરાતમાં 16500 ગામો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 72 લાખ હેક્ટર જેટલી જમીનમાં પાક ધોવાયો છે. રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયા કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય બે હેક્ટરની મર્યાદા આપવાનું નક્કી કર્યું છે. પરંતુ ખેડૂતને વિઘા દીઠ માત્ર 3500 રૂપિયા સહાય મળશે. જ્યારે વિધા દીઠ 17 હજાર ખેતી ખર્ચ થયો છે. આ જોતાં કહેવાતું ઐતિહાસિક પેકેજએ પેકેજ નહીં પણ પડીકું છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
ટાટા નેનોને 33 હજાર કરોડ રૂપિયા કરોડની રાહત આપવામાં આવી તો ખેડૂતોનાં દેવા માફ કેમ નહીં, તેવો સવાલ ઉઠાવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જમાવ્યું હતું કે, ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ 1.50 લાખ કરોડ રૂપિયાનું બેન્કોમાંથી ધિરાણ લીધું છે. પ્રત્યેક ખેડૂતના માથે 56 હજાર રૂપિયાનું દેવું છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન પૂર્ણ કરાયું નથી.
આ પણ વાંચો: અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં વર્ષ 2019થી બંધ કરી દેવાઈ છે. જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતના લગભગ 60 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી છે. ગુજરાતમાં 68 લાખથી વધારે ખેત મજૂરો છે. જે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જે ક્યાંક ખેતરમાં મજૂરી કરે છે, ક્યાંક ભાગીયા છે, એમની ચિંતા સરકારે કરી નથી. એમણે પણ સરકારે સહાય આપવી જોઈએ. સૌરાષ્ટ્રમાં પશુપાલકો હેરાન પરેશાન છે કેમ કે, પશુઓને ખાવા માટે ઘાસચારો નથી, આ સંજોગોમાં પશુદાણ, ઘાસચારામાં પણ રાહત આપવી પડશે. કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે કે, જો ખેડૂતોના દેવા માફી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આદોલન કરશે.

