Get The App

દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી

રાજ્ય સરકારે 17 PSI વર્ગ-3નાઓને PI વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે પ્રમોશન આપ્યું

આ અગાઉ 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે પ્રમોશન અપાયું હતું

Updated: Nov 9th, 2023

GS TEAM

Google News
Google News
દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી 1 - image

ગાંધીનગર, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર

દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 17 પીએસઆઈને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપી છે. રાજ્ય સરકારે 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે પ્રમોશન આપ્યું છે. 

દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી 2 - image

દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી 3 - image

દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી 4 - image

દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 17 PSIનું PI તરીકે પ્રમોશન, જુઓ યાદી 5 - image


આ બઢતી અગાઉ 538 ASIને PSI તરીકે અપાયું પ્રમોશન

આ અગાઉ રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી છે, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત પણ આજે કરવામાં આવી હતી, જેમાં 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. લાંબા સમયથી આ 538 જેટલા ASI બઢતીની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો આજે ગૃહ વિભાગ જાહેરતા કરી અંત કર્યો છે અને તમામને હંગામી બઢતી મળી છે. ઉપરાંત ગુજરાત પોલીસના 2  DySPને SP તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATSના DySP કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજીયાને SP તરીકે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યા છે. DySP કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક અપાય છે. જ્યારે ભાવેશ રોજીયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

Tags :