રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત
Rajkot News : સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા SOP ઘડવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમો હોવાથી રાજકોટના લોકમેળાને લઈને ઘણી અટકળો સામે આવી હતી. લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થઈ હોવા છતાં રાઇડ્સના ફોર્મ ન ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળનું કારણ સખત SOP હોવાનું જણાયું હતું. જ્યારે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે.
લોકમેળાને લઈને સરકારે SOPના નિયમો હળવા કર્યા
રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP)ના નિયમોને રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા હતા. જ્યારે હવે સરકારે SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. નવા નિયમો મુજબ, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો કે સ્ટોલમાં હવે RRC ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. જેમાં હવે સોઇલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આમ થવાથી આયોજકોને વધુ ખર્ચ થતો અટકશે અને સમયનો વ્યય નહીં થાય.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે
આ ઉપરાંત, લોકમેળાને લઈને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સરકારે સ્થાનિક તંત્રને છૂટ આપવામાં આવી છે. જેમાં સ્થાનિક તંત્રના દિશાનિર્દેશ મુજબ અથવા માર્ગદર્શન-સૂચનાને ધ્યાનમાં રાખવામાં આવશે.