Get The App

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં!

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! 1 - image


Gujarat Govt: આંદોલનકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. બીજી બાજુ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા માનીતા પ્રિન્ટર્સને ખોટી રીતે માતબર રકમ ચૂકવી દેવામાં આવી હતી. કેગના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત વિધાનસભાની સમિતીએ પણ 6.69 કરોડ રૂપિયા વસૂલવા ભલામણ કરી હતી. આ વાતને 12 વર્ષ વીતી ગયાં, તેમ છતાંય સરકારે કડક ઉઘરાણી કરી નથી. 

આ પણ વાંચોઃ હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર

6.69 કરોડ રૂપિયાના વધારાનો અયોગ્ય ખર્ચ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા મેસર્સ રીલાયેબલ આર્ટ પ્રિન્ટરી(અમદાવાદ) પ્રાઈવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરી તમામ સરકારી વિભાગોને જાણ કરવા આદેશ કરાયો હતો જે કાર્યવાહી પૂર્ણ કરાઈ નથી. વિધાનસભામાં આ મુદ્દો ગુરૂવારે (28 માર્ચ) ગાજ્યો હતો જેમાં સરકારે જ નહીં, વિધાનસભાની સમિતીએ એવી ભલામણ કરી હતી કે, 6.69 કરોડ રૂપિયાના વધારાના અયોગ્ય ખર્ચ સંબંધિત એજન્સી પાસેથી પૂરેપૂરી વસૂલાત કરવામાં આવે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ દાખલ કરી છે તેનું ફોલોઅપ લઈ ઝડપથી પગલાં લેવા. 

આ પણ વાંચોઃ VIDEO : અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, AMTS બસમાં કાર ધડાકાભેર ઘૂસી, એકનું મોત

રીલાયેબલ આર્ટ પ્રિન્ટરીએ મેગેઝિન અને સાહિત્ય છાપવા માટે ટેન્ડર ભર્યું હતું. રિલાયેબલ આર્ટ પ્રિન્ટરીએ ભરેલા ભાવપત્રકમાં પાછળથી સુધારો કરી ખોટા દસ્તાવેજો ઊભા કરાયા હતાં. ડબલ સાઈડનો ભાવ સીંગલ સાઈડનો ભાવ ગણીને સરકારમાંથી રૂપિયા 6.69 કરોડ રૂપિયા વધારે ચૂકવણી કરી ગેરરીતી આચરવામાં આવી હતી. આ ગોટાળા આચરનાર પ્રિન્ટર્સને બ્લેકલિસ્ટ કરી તમામ સરકારી વિભાગોને જાણ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદી પ્રોસિઝર મેન્યુઅલના ચેપ્ટર-15 મુજબ કાર્યવાહી ચાલુ હતી પણ પાંચ વર્ષ પછી પણ આ કાર્યવાહી નથી થઈ.


Tags :