Get The App

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય 1 - image


Ration Card news : રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે માન્ય નહીં ગણાય. 

આ  પણ વાંચો: જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય

પરિપત્ર જાહેર કરાયો 

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય 2 - image

આ અંગે એક પરિપત્ર જાહેર કરીને કહેવાયું છે કે, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.

આ  પણ વાંચો: તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

આ સુવિધાઓ માટે વાપરી નહીં શકાય રેશન કાર્ડ 

સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.

Tags :