Get The App

ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ 1 - image



Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામા આવ્યો છે. અગાઉ 9થી 12ની પરીક્ષા 11 સપ્ટેમ્બરથી લેવાનાર હતી. પરંતુ પ્રાથમિક શાળાઓમાં નવરાત્રિ બાદ ત્રીજી ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી સ્કૂલોની રજૂઆતને પગલે બોર્ડ 9થી 12ની પરીક્ષા પણ ત્રીજી ઓક્ટોબરથી લેવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરવામાં છે. આમ હવે ધો. 3થી 8 અને ધો.9થી 12માં એક સાથે જ પહેલી પરીક્ષા લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો બદલી

યુવાનો-વિદ્યાર્થીઓથી માંડી સૌ કોઈ જેની રાહ જોતા હોય છે તે નવરાત્રિ22મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે ત્યારે આ વર્ષે હવે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવરાત્રિસારી રીતે નહીં માણી શકે કારણ કે અગાઉ ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિપહેલા જ 11મી સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રિપહેલા 20મી સુધીમાં પુરી થઈ જતી હતી. પરંતુ હવે 9થી 12ની પહેલી પરીક્ષા ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે એટલે કે નવરાત્રિ બીજી ઓક્ટોબરે પુરી થયા બાદ તરત જ બીજા દિવસથી પહેલી પરીક્ષા શરૂ થઈ જશે. 

આ પણ વાંચો: અમદાવાદ: 'શબાબ'માંથી 'સતીશ' બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો

બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધોરણ 9થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામા આવ્યો છે. સ્કૂલો-શૈક્ષણિક સંઘોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની પરીક્ષાની તારીખો પ્રાથમિક સાથે જ રાખવાની માંગણી કરી હતી અને જેને પગલે બોર્ડે શૈક્ષણિક સમિતિની બેઠકમાં ઠરાવ કરી સરકારને દરખાસ્ત કરી હતી. સરકારની મંજૂરી મળતા બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને તારીખોમાં ફેરફાર માટે જાણ કરી છે. 

ધોરણ ત્રણથી આઠ માટે અગાઉ લેવાયો હતો નિર્ણય

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં ધોરણ 3થી 8માં ત્રીજી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે પ્રાથમિકથી માંડી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિકના વર્ગો એક સાથે ધરાવતી અનેક સ્કૂલોએ પરીક્ષાના સંકલન માટે રજૂઆત કરી હતી. બોર્ડે પરીક્ષાની તારીખો બદલતા હવે ધોરણ 3થી 8 અને ધોર 9થી 12 સહિત તમામ વિદ્યાર્થીઓ માટે એક સાથે ત્રીજી ઓક્ટોબરથી જ પ્રથમ પરીક્ષા શરૂ થશે અને તારીખ બદલતા ધોરણ 9થી 12ના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. જો કે બોર્ડે પરીક્ષાની તારીખો બદલતા હવે પ્રથમ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ માસ સુધીના અભ્યાસક્રમને બદલે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવા આદેશ કર્યો છે. 13મી ઓક્ટોબર સુધી પરીક્ષા ચાલશે.

Tags :