Gujarat

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર 1.9, જીવનશૈલી અને મોડી ઉંમરે લગ્નની ઈફેક્ટ, 10 વર્ષમાં ચિંતાજનક સ્થિતિ

By GS TEAM
4 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે 2011-13માં પ્રજનનક્ષમતા દર 2.5 હતો, જે વર્ષ 2021-23માં ઘટીને 1.9 થયો છે. આમ, 10 વર્ષમાં પ્રજનનક્ષમતા દરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. મોટી ઉંમરે લગ્ન થવા, મોટી વયે બાળકને જન્મ આપવો, બદલાતી જીવનશૈલી જેવા પરિબળોથી પ્રજજન ક્ષમતા દરમાં ઘટાડો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર 1.9, જીવનશૈલી અને મોડી ઉંમરે લગ્નની ઈફેક્ટ, 10 વર્ષમાં ચિંતાજનક સ્થિતિ

Fertility Rate Down: ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે 2011-13માં પ્રજનનક્ષમતા દર 2.5 હતો, જે વર્ષ 2021-23માં ઘટીને 1.9 થયો છે. આમ, 10 વર્ષમાં પ્રજનનક્ષમતા દરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. મોટી ઉંમરે લગ્ન થવા, મોટી વયે બાળકને જન્મ આપવો, બદલાતી જીવનશૈલી જેવા પરિબળોથી પ્રજજન ક્ષમતા દરમાં ઘટાડો જોવા મળ્યો છે.

કયા-કયા રાજ્યમાં પ્રજનનક્ષમતા દર ઓછો છે?

પ્રજનનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજનનક્ષમતા દર છે. આ સિવાય અંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજનનક્ષમતા દર માત્ર 1.1 છે. ગુજરાતમાં હાલ પ્રજનનક્ષમતા દર 1.9 છે. 

આ પણ વાંચોઃ જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે

કયા મોટા રાજ્યમાં સૌથી ઓછો ફર્ટિલિટી રેટ? 

રાજ્યફર્ટિલિટી રેટ
પશ્ચિમ બંગાળ1.6
પંજાબ1.6
મહારાષ્ટ્ર1.7
આંધ્ર પ્રદેશ1.7
તમિલનાડુ1.8
તેલંગાણા1.8
કેરળ1.8
ઉત્તરાખંડ1.9
ગુજરાત1.9
હરિયાણા1.9


કેમ ઘટી રહ્યો છે પ્રજનનક્ષમતા દર? 

સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે, એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે. દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે, જેનો ફર્ટિલિટી રેટ બેથી વધુ છે. બદલાતી લાઇફસ્ટાઇલ, મોડી ઉંમરે લગ્ન થવા, મોડી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજનનદર ઉપર વધુ અસર પડી રહી છે. ડૉક્ટરોના મતે હાલ સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇવીએફ સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઈવીએફ સાયકલનો દર પાંચ લાખને પાર જઈ શકે છે. 

આ પણ વાંચોઃ એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો

ઘટતા પ્રજનનક્ષમતા દર અંગે ડૉક્ટરોનું માનવું છે કે, આપણે ત્યાં વ્યંધત્વને હજૂ બીમારની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી. વિશ્વના અનેક દેશમાં વ્યંધત્વને બીમારીની શ્રેણી હેઠળ મૂકી દેવામાં આવ્યું છે. એક અભ્યાસ પ્રમાણે 85 ટકા યુગલો લગ્નના 1-2 વર્ષમાં કોઈ ખાસ દવા વગર સંતાન સુખ પ્રાપ્ત કરે છે. આ સિવાય 15 ટકા યુગલોને સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઈ, આઈવીએફ જેવા આધુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી પડે છે.

14થી ઓછી ઉંમરની વ્યક્તિના પ્રમાણમાં ઘટાડો

એક અહેવાલ પ્રમાણે દેશમાં વર્ષ 1971માં શૂન્યથી 14ની ઉંમરની વ્યક્તિનું પ્રમાણ 41.2 ટકા હતું અને તે 2021માં ઘટીને 24.80 ટકા થયું છે. આ જ રીતે 65થી વધુ વયની વ્યક્તિનું પ્રમાણ 5.3 ટકાથી વધીને 5.9 ટકા થયું છે. મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર 1990માં 19.3 હતી અને 2021માં 22.5 જોવા મળી છે.

કયા રાજ્યમાં સૌથી સારો ફર્ટિલિટી રેટ?

રાજ્યફર્ટિલિટી રેટ
બિહાર3
મેઘાલય2.9
ઉત્તર પ્રદેશ2.4
ઝારખંડ2.3
મણિપુર2.2