પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય

Gujarat Farmers: ગુજરાતમાં માવઠાને કારણે 10 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકશાન પહોંચ્યુ છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને નુકશાન ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયાં છે. પરિસ્થિતિને જોતાં ખેડૂતોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે પહેલાં તો કુદરત રૂઠી હતી. હવે સરકારે પણ જાણે મોં ફેરવ્યું છે. કારણે કે, છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એટલુ જ નહીં, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં એ પણ સવાલો ઉપસ્થિત થયો છે.
પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી
ખેડૂતોની જાણે મુસિબત જ ઓછી થતી નથી કારણ કે, એક તરફ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં ત્રણ ફુટ સુધી વરસાદી પાણી ભરાયાં છે. પાક પલડી જતાં ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ પડે તેમ છે. રાજ્ય કૃષિવિભાગે મોટા ઉપાડેતા પહેલી નવેમ્બરથી મગફળી ખરીદવા જાહેર કર્યું હતું. ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કર્યો હતો. વાહન વ્યવસ્થા ગાઠવી ટેકાના ભાવે મગફળી વેચવા તૈયારીઓ આદરી હતી. ઘણાં કિસ્સામાં મોંઘા બિયારણ, જંતુનાશક દવા સહિત ખાતર, ખેત મજૂરીના બાકી પૈસા ચૂકવવા માટે ખેડૂતો મજબૂરીવશ થઈને ઓછા ભાવે પણ મગફળી સહિત અન્ય ખેત પેદાશ વેચી દે છે. હવે જ્યારે મગફળીના પાકનો લગભગ સફાયો થયો છે ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે હાલ પુરતુ મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં કરવા નક્કી કર્યું છું. આં સંજોગોમાં હવે મગફળીને સાચવવી ક્યા? તે સાવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે.
નવાઈની વાતો તો એછેકે ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન મગફળી જ નહીં, અડદ, સોયાબીન અને મગની ખરીદી માટે માટે નોડલ એજન્સી છે પણ મગફળીની ખરીદી અંગે કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી. દિલીપ સંઘાણીનું કહેવું છેકે, ગુજકોમાસોલના અધિકારીઓને કશું જે ખબર નથી. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે લીલીઝંડી આપતાં રાજ્ય સરકારે મગફળી ખરીદવા નક્કી કર્યું હતું જેના પગલે ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશને કરાવ્યું છે. હવે જ્યારે ખરીદી નહીં કરવા સરકારે નિર્ણય કર્યો છે જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સરકારના મતે, હાલમાં કમોસમી વરસાદના કારણે ટેકાનો ભાવે મગફળી સહિત અન્ય જણસની ખરીદી મોકૂફ રાખવામાં આવી છે.

