ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmers Debt Income: સમૃઘ્ધ ગુજરાતમાં ખેડૂતની હાલત વઘુને વધુ દયનીય બની રહી છે તેનુ કારણ એ છે કે, આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઇ રહી છે, તેમાંય કુદરતી થપાટ વાગતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયાં છે. ખેતી ખાતર ખેડૂતો દેવુ મજબૂર બન્યાં છે. આવક તો ડબલ ન થઇ પણ ખેડૂતો દેવાના ડુંગરતળે જરૂર દબાયાં છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 50 લાખથી વઘુ ખડૂતોએ ખેતી માટે બેન્કમાંથી રૂા.1,46,463 કરોડની લોન લઇ દેવુ કર્યુ છે. આ કારણોસર જ ખેડૂતોએ બેન્ક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી છે.
આવક બમણી કરવાના દાવા સામે ખેડૂતોની કથળતી દશા
ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકરવામાં આવી રહી છે ત્યારે ઉલ્ટાનું ખેડૂતોની આર્થિક દશા વઘુને વઘુ કથળી રહી છે. આજે દરેક સિઝનમાં મોધુ બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પુરતા પૈસા મળતાં નથી. મજબૂરવશ ખેડૂતને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે. દર સિઝનમાં વાવેતર પહેલાં જ ખેડૂતને બેન્ક ધિરાણ લેવુ પડે તેમ છે. ખેડૂતો 7 ટકા વ્યાજે વઘુમાં વઘુ ત્રણ લાખ સુધી લોન લે છે.
35 લાખ ખેડૂતોએ કોમર્શિયલ બેન્કમાંથી મેળવી લોન
ગુજરાતમાં રૂરલ અને કો.ઓપરેટિવ બેન્કની સરખામણીએ કોમર્શિયલ બેન્કમાંથી ખેડૂતો વઘુ લોન લે છે. ગુજરાતમાં 35 લાખ ખેડૂતોએ કોમર્શિયલ બેન્કમાંથી લોન મેળવી છે. લોકસભામાં કેન્દ્ર કૃષિ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2025 સુધી ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને રૂા.1,44,463 કરોડની લોન મેળવી છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ રૂા.56 હજારનું દેવુ છે.
આ પણ વાંચો: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
આસામ, બિહાર કરતાં પણ ગુજરાતના ખેડૂતો માથે વધુ દેવું
ગુજરાતની સરખામણીમાં આસામ,બિહાર, છત્તીસગઢ, ઓડિસા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોનું સરેરાશ દેવુ ઓછુ છે. ખેડૂતોને લાભ મળે તે હેતુથી રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. હજારો લાખો ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કૃષિ પાછળ બજેટ પણ વધારાયુ છે, આમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી તે મૂંઝવતો પ્રશ્ન છે.
વિકસિત ગુજરાતમાં ખેડૂતો આવકની દૃષ્ટિએ 11મા ક્રમે
મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂા.20-22 હજાર રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની માસિક માત્ર રૂા.12,631 રહી છે. અન્ય રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોની આવક ઓછી રહી છે. આમ, ખર્ચ વઘુ અને આવક ઓછી હોવાને લીધે ગુજરાતના ખેડૂતોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે. આ કારણોસર ખેડૂતો ધિરાણ માફ કરવા માંગ કરી રહ્યાં છે.









