Gujarat

ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધારે

By GS TEAM
13 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ખરીફ સીઝનમાં છેલ્લે છેલ્લે કમોસમી વરસાદનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો હતો. જે ભૂલીને ધરતીપુત્રોએ હવે પૂરજોશમાં રવિ સીઝનનું વાવેતર શરૂ કરી દીધું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થઈ ગયું છે. જેમાં ઘઉં, ચણા અને જીરું મોખરે છે. જ્યારે વિસ્તાર મુજબ ખેડૂતોએ રવિ સિઝનમાં પરંપરાગત પાકોનું વાવેતર પણ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધારે

File Photo



Gujarat Farmer News: ગુજરાતમાં ખરીફ સીઝનમાં છેલ્લે છેલ્લે કમોસમી વરસાદનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો હતો. જે ભૂલીને ધરતીપુત્રોએ હવે પૂરજોશમાં રવિ સીઝનનું વાવેતર શરૂ કરી દીધું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થઈ ગયું છે. જેમાં ઘઉં, ચણા અને જીરું મોખરે છે. જ્યારે વિસ્તાર મુજબ ખેડૂતોએ રવિ સિઝનમાં પરંપરાગત પાકોનું વાવેતર પણ કર્યું છે.

ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેક્ટરમાં વાવેતર વધ્યું

ખેતીવાડી વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 30,60,474 હેક્ટરમાં થઈ ગયું છે. ગત વર્ષે આ સમય દરમિયાન 25.38 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. એટલે કે ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેક્ટરમાં વાવેતર વધારે થયું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અનુસાર 46 લાખ હેક્ટરમાં રવિ પાક લેવાતો હોય છે. આ મુજબ અત્યાર સુધીના રવિ વાવેતરની ટકાવારી 66.43 સુધી પહોંચી ગઈ છે. ઘઉં, ચણા અને જીરું સિવાય ખેડૂતોએ પોતાના વિસ્તાર મુજબ પરંપરાગત પાકો વાવ્યા છે. 

આ પણ વાંચોઃ અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ

ઝોન મુજબ વાવેતર

ઝોનવાવેતર (હેક્ટરમાં)
સૌરાષ્ટ્ર12,94,100
ઉત્તર ગુજરાત9,93,500
મધ્ય ગુજરાત4,55,500
દક્ષિણ ગુજરાત1,78,500
કચ્છ1,38,900

ઉત્તર ગુજરાતમાં રાઈ, મધ્ય ગુજરાતમાં મકાઈ, સૌરાષ્ટ્રમાં ધાણા અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક નોંધપાત્ર વવાયો છે. ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો રવિ સિઝનની વાવણીનો સમય પૂરો થવામાં છે. કારણ કે દિવાળી આસપાસથી ખેડૂતો રવિ વાવેતર શરૂ કરી દેતા હોય છે. પરિણામે આગામી એકાદ સપ્તાહમાં રવિ વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ખરીફનો ફટકો રવિમાં સરભર કરવા ખેડૂતોની મથામણ

ખરીફ સીઝનના અંતે દિવાળી બાદ કમોસમી મેઘતાંડવમાં ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આ નુકસાની રવિ સિઝનમાં સરભર કરવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. પરિણામે ગત વર્ષની તુલનાએ અત્યાર સુધીનું વાવેતર વધારે થયું છે. કુલ વાવેતર પણ ગત વર્ષ કરતા ચોક્કસ વધારે રહેશે.

આ પણ વાંચોઃ કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ

રવિ સિઝનમાં વવાયેલા મુખ્ય પાક

પાકહેક્ટર
ઘઉં8,59,200
ચણા5,89,773
જીરું2,60,925
રાઈ2,30,891
બટાટા1,47,721
તમાકુ1,08,323
ધાણા75,361
ડુંગળી49,893
શેરડી98,256
શાકભાજી1,09,907