Gujarat
કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ
By GS TEAM
13 Dec 20251 min read

- ટીપીના પ્લોટ પર દબાણોનો રાફડો
- તલાવટી પૈકીના તળાવ પર ગેરકાયદે દબાણ કરી દેવામાં આવતા હવે મનપા દ્વારા દૂર કરાશે
આણંદ : કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા તલાવડી પરના દબાણો ૧૫ દિવસમાં ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. તલાવડી પર તળાવ પૈકીની જગ્યામાં ગેરકાયદે દબાણ કરવામાં આવતા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે જણાવ્યુ કે, ટીપી ૧૦ ફાઇનલ પ્લોટ નં.૫૧ મહાનગરપાલિકાનો પ્લોટ છે. આ જગ્યા પર ગેરકાયદે કબજો કરી અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યુ છે. જળસ્ત્રોત પર અનઅધિકૃત રીતે બાંધકામ કરવું તે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનો ભંગ થયો હોવાથી મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તલાવડી પર તળાવ પૈકીની જગ્યામાં નિયમ વિરૂૃધ્ધ દબાણ કરવામાં આવ્યા છે.જેને મનપા દ્વારા દૂર કરવામાં આવશે.









