સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે
Skill India 2025: ગુજરાતમાં 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તી કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યમાં ગુજરાત આઠમા ક્રમે રહ્યુ છે, જેથી સ્કિલ ડેવલપમેન્ટનો પરપોટો ફુટ્યો છે.
વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા ધરાવતાં ટોપ પાંચમાં ગુજરાતને સ્થાન નહીં
વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ-એપ્ટીટ્યુડ, બિહેવિયર કંપોનન્ટ, સ્કિલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ સાથે વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કિલ રીપોર્ટ 2025માં ગુજરાતના સ્કિલ ડેવલપમેન્ટનો દાવો હાસ્યાસ્પદ બની રહ્યો છે. સ્કિલ ઈન્ડિયા 2025ના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છે કે, યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ પાંચ રાજ્યોમાં પણ ગુજરાતને સ્થાન મળી શક્યુ નથી.
આ પણ વાંચો: દોઢ વર્ષમાં બેફામ વાહનચાલકો પાસેથી 11 કરોડની દંડવસૂલી, 2161 લોકોના લાયસન્સ સસ્પેન્ડ
રોજગારની ક્ષમતામાં ગુજરાત 62 ટકા સાથે 8માં સ્થાને રહ્યુ છે. રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં 60.63 ટકા સાથે અમદાવાદ 10માં ક્રમાંકે રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે લઘુ ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં 50 ટકા ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. નાના-મધ્યમ કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.