Get The App

બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં

દોઢ વર્ષમાં રોન્ગ સાઇડ,ઓવરસ્પિડ,અકસ્માત મોતના કેસમાં

રોન્ગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,રવિવાર
બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં 1 - image

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી  રોન્ગ સાઇડ તથા ઓવર સ્પિડમાં બેફામ બેદકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માતની વણઝાર લાગી છે. માતેલા સાંઢની જેમ વાહનો હાંકી વાહન ચાલકો નિર્દોષ નાગરિકોનો ભોગ લઇ રહ્યા છે. ત્યારે રસ્તાને બાપની જાગીર સમજીને વાહનો ચલાવીને અકસ્માત સર્જનારા વાહન ચાલકો સામે અમદાવાદ આરટીઓએ તવાઇ બોલાવી છે. જેમાં છેલ્લા દોઢ વર્ષમાં રોન્ગ સાઇડ, અકસ્માતમાં મોત, ઓવર સ્પિડ, ઓવર લોડ ફીટનેશ સહિતના કાયદાના ભંગ બદલ દોઢ વર્ષમાં રૃા. ૧૦.૯૮ કરોડ વસૂલીને ૨૧૬૧ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી ૨૮૪ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી આરટીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા છે.

બીજા  રાજ્યમાં રફ ડ્રાઇવિંગ કરતા ૨૮૪ અમદાવાદીઓ પાસેથી જે તે પોલીસે દંડ વસૂલ્યો પછી અમદાવાદ આરટીઓએ લાયસન્સ રદ કર્યા 

અમદાવાદમાં નશામાં ધૂત નબીરાઓ દ્વારા બેફામ વાહનો હંકારતા વધી રહેલા હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે,  રોન્ગ સાઈડમાં વાહન હંકારતા તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત કરવાના વધી રહેલા કેસ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર ટ્રાફિક પોલીસને આવા વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ સહિત કડક પગલાં લેવા માટે ટકોર કરવામાં આવે છે. કારણ કે સ્થળ ઉપર દંડ ભરીને વાહન ચાલકને છોડી મૂકવાથી વાહન ચાલકોમાં કોઇ ફરક પડવાનો નથી પરંતું કાયદનો ડર પેેંદા કરવા જરુરી છે.

બીજીતરફ અમદાવાદ આરટીઓ દ્વારા કડક વલણ અપનાવીને ૧-૦૪-૨૪થી ૩૧-૦૭-૨૫ સુધી ૧૬ મહિનામાં  રોન્ગ સાઇડ, હેલમેટ, વાંરવાર ટ્રાફિકના કાયદાનો ભંગ, ટેક્ષ, લાયસન્સ, પીયુંસી, ફીટનેશ ઉપરાંત ઓવરલોડ વાહનો ડિટેઇન કરીને તેમની પાસેથી રૃા. ૧૦.૯૮ કરોડ વસૂલીને દંડ વસૂલીને  ૨૧૬૧ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા રાજયમાં જઇ રફ ડ્રાઇવિંગ કરતા અમદાવાદીઓ પાસેથી જે તે શહેરની પોલીસે ૨૮૪ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ્યા પછી લાયસન્સ અમદાવાદથી ઇસ્યું થયા હોવાથી અમદાવાદ આરટીઓમાં મોકલી આપતા તેમના પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કર્યા હતા.

-----

પોલીસ કમિશનરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન

પેસેન્જર  લૂંટાય છે, રિક્ષામાં ડ્રાઇવરનું નામ અને મોબાઇલ નંબર લખાતા નથી

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા પેસેન્જરને બેસાડીને અવાવરું સ્થળ જઇને ચાકુ બનાવીને ડરાવીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ કમિશનરે આવા બનાવો ઝડપી ઉકેલી શકાય તે માટે રિક્ષાની સીટ પાછળ ડ્રાઇવરનું નામ અને સરનામું લખવાનું હોય છે જેથી મુસાફરી કરતા પેસેન્જર આ નંબર નોંધી શકે પરંતુ અમદાવાદમાં મોટા ભાગની રિક્ષામાં આ જાહેરનામાનો અમલ થતો નથી.

કાલુપુર રેલવે સ્ટેશન, રાણીપ ગીતા મંદિર એસટી બસ સ્ટોપથી બેસાડી, લૂંટીને રસ્તામાં ઉતારી દે છે

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શટલ રિક્ષા ચાલકો દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર તથા રાણીપ બસ સ્ટેન્ડથી બહાર ગામથી આવતા પેસેન્જરોને બેસાડીને રસ્તામાં તકરાર કરીને ચાકુ બતાવીને તમારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી દો કહીને ડરાવીને લૂંટ ચલાવીને રસ્તામાં અધ વચ્ચે ઉતારી દેવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે.

---------

રોન્ગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે

અમદાવાદમાં મોતેલા સાંઢની જેમ વાહન હંકારીને હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો ઉપરાંત રોન્ગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદના ભંગ બદલ આરટીઓના મેમો આપવામાં આવ છે બીજીતરફ આરટીઓ દ્વારા વાહન ચાલકને કારણ  દર્શન નાટિસ આપીને ૩૦ દિવસમાં ખૂલાસો કરવાનો સમય આપવામાં આવે છે બાદમાં ગુનો પુરવાર થાય એટલે કાયદાની કલમ મુજબ દંડ વસૂલીને જેતે વાહન ચાલકના ગુના મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.જેમાં ખાસ કરીને અકસ્માત સર્જીને રાહદારી અને વાહન ચાલકના મોત કેસમાં છ મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાય છે અને રોન્ગ સાઇડ વારંવાર ટ્રાફિકના નિયમના ભંગ હેલમેટ સહિતના ગુનામાં ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

------------

૨૭ સ્કૂલ વાન ડિટેઇન કરી રૃા. ૩.૮૦ લાખ દંડ વસૂલાયો

અમદાવાદ સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો દ્વારા આરટીઓના કાયદાના નિયમોનું સરેઆર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ક્ષમતા કરતા વધારે બાળકો ભરીને જીવના જોખમે રીક્ષા વાન ચલાવવામાં આવી રહી છે જેના લઇને તાજેતરમાં આરટીઓ વિભાગ દ્વારા  ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રિક્ષા તથા વાનનું ફીટનેશ તથા મીટર અને લાયસન્સ  વગર  કેટલાક લોકો વાહન ચલાવતા હતા અને કેટલીક સ્કૂલ વાન પણ નોન ટ્રાન્સપોર્ટ હતી. તેમ છતાં બાળકોને ઢોસી ઢોસીને ભરીને જીવના જોખમે સ્કૂલે મૂકવામાં જતા હતા. આવા ૨૮૦ કેસ કરીને ૨૭ વાહન ડિટેઇન કરીને કુલ રૃા. ૩.૮૦ લાખ દંડ અમદાવાદ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો હતો.

Tags :