આમ કેમ ભણશે ગુજરાત? એક તરફ પ્રવેશોત્સવ અને બીજી બાજુ સ્કૂલોમાં એક જ શિક્ષક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Education : એક તરફ, બાળકોથી ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે. બીજીતરફ, શાળાઓની એવી દશા છેકે, એક શિક્ષક એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. 'ભણશે ગુજરાત'ના નારાં લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે,શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ...
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવી ડિંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી હકીકત એ છેકે, શાળાઓમાં શિક્ષણની સ્થિતી વધુ બદતર બની છે. શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યાં છે. મંત્રીઓથી માંડીને આઇપીએસ-આઇએએસ અધિકારીઓ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે પણ આ જ શાળાઓની એવી દશા છેકે, પુરતા શિક્ષકો નથી.
આ પણ વાંચો: જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી
ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છેકે, માત્ર નર્મદા જીલ્લામાં જ 1000થી વધુ શાળાઓ એવી છે જ્યાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એક માત્ર શિક્ષક અભ્યાસ કરાવે છે. ગુજરાતમાં કુલ મળીને 1600 શાળાઓ એક માત્ર શિક્ષકથી ચાલે છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે શિક્ષકને સરકારી કામો પણ કરવા પડે છે. ગુજરાતમાં 1456 શાળાઓમાં પુરતા વર્ગખડો નથી.
વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે. ક્યાંક ગ્રામ પંચાયત અને ભાડાના મકાનમાં બાળકો ભણી રહ્યાં છે. શાળાઓની આવી કરણે દશા છે તેમ છતાંય સરને શાળાઓમાં પુરતી સુવિધા કરવાનુ સુઝતુ નથી. શિક્ષકોની ભરતી કરવાની પડી નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી તેમ છતાંય વિદ્યાર્થીઓના નામે પ્રવેશોત્સવ ઉજવી સરકાર માત્રને માત્ર પ્રચારમાં મશગૂલ બની છે.








