મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઇઍલર્ટ
File Photo |
Gujarat Dam Water Level Increased: ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 49 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો ઍલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ જુદી જુદી ઘટનામાં 4 લોકોના જીવ લીધા
સરદાર સરોવર ડેમમાં 60.72 પાણી ભરાયું
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે.