Get The App

ગુજરાતમાં નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

Updated: Aug 16th, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા 1 - image

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2021 સોમવાર

 રાજ્યમાં આજે કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી તેથી કુલ મૃત્યુંઆંક 10,078 પર સ્થિર છે. હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 177 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, તે સાથે જ અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ  કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસનો સમાવેશ થાય છે.  

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 32 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,250 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 92,212 નાગરિકોને રસીનો પ્રથમ અને 57,964 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,77,981 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે રસીના કુલ 4,58,824 ડોઝ લગાવવામાં આવ્યા  છે. અત્યાર સુધીમાં 4,06,38,910 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

Tags :