Get The App

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં એન્જીયોપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સુધારા પર

Updated: Oct 29th, 2024

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં એન્જીયોપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સુધારા પર 1 - image

Paresh Dhanani Has Suffered Heart Attack : મહારાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરમાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. એઆઈસીસી સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું છે કે, 'પરેશ ધાનાણીની નાસિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેમની તબિયત સ્થિર છે.'

આ પણ વાંચો : ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડીની લાજ રાખજો, તો ગેનીબેને મતદારોને કરી ઈમોશનલ અપીલ