Get The App

ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડીની લાજ રાખજો, તો ગેનીબેને મતદારોને કરી ઈમોશનલ અપીલ

Updated: Oct 29th, 2024

GS TEAM

Google News
Google News
ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડીની લાજ રાખજો, તો ગેનીબેને મતદારોને કરી ઈમોશનલ અપીલ 1 - image


Vav Assembly By-Election: બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ભાજપ અને કોંગ્રેસે પોત-પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ત્યારે બંને તરફથી પૂરજોશમાં પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. જોકે, હાલ આ ચૂંટણી પ્રચારમાં મતદાતાઓને રિઝવવા માટે પાઘડીએ પોતાનું ખાસ સ્થાન મેળવ્યું છે. સ્વરૂપજી ઠાકોરે એક જાહેર સભામાં પોતાની પાઘડી ઉતારી લોકોને વિનંતી કરી હતી, ત્યારે બીજીબાજું ગેનીબેને પણ પોતાની પાઘડીની આબરૂ રાખવાની જનતા સામે અપીલ કરી હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર એક રોમાંચક સ્વરૂપ લઈ રહ્યો છે. 

સ્વરૂપજી ઠાકોરે ઉતારી પાઘડી

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સ્વરૂપજી ઠાકોર જાહેર સભામાં લોકોને સંબોધિ રહ્યા હતાં. ત્યારે તેઓએ કહ્યું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો તો 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે. આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે. 

આ પણ વાંચોઃ વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો

ગેનીબેને કરી વિનંતી

બીજી બાજુ કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડવાના છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતના સપોર્ટમાં ગેનીબેન ઠાકોર પણ પ્રચાર કરવા મેદાન ઉતર્યા છે. ગેનીબેનની બેઠક પર આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગેનીબેન પણ પોતે જ લડી રહ્યા હોય તે પ્રકારે પ્રચારમાં જોડાયા છે. આ દરમિયાન એક જાહેર સભા સંબોધતા ગેનીબેને લોકોને કહ્યું કે, ગેનીબેન કૉલર ઊંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી આ પાઘડીની આબરૂ રાખજો. એવી મારી બે હાથ જોડીને વિનંતી છે..


આ પણ વાંચોઃ વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

નોંધનીય છે કે, બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર 2022માં ગેનીબેન કોંગ્રેસની ટિકિટ પર બેઠક જીત્યા હતાં. ત્યારબાદ કોંગ્રેસે 2024માં ગેનીબેનને લોકસભાની ટિકિટ આપતાં, ગેનીબેન લોકસભાની ચૂંટણી પણ જીતી ગયા હતાં. ગેનીબેનન લોકસભામાં જતાં વાવ વિધાનસભાની બેઠક ખાલી થતાં હાલ ત્યાં પેટા ચૂંટણી યોજાય છે. 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. 

Tags :