ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની કરી નિમણૂક, જાણો કોને કોને સોંપી જવાબદારી

Gujarat Congress: અમદાવાદના સંગઠનમાં ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા સંગઠનમાં ફેરફાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આજ રોજ (14 ઓક્ટોબર) અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે.
જેમાં સાણંદ શહેર પ્રમુખ તરીકે શક્તિસિંહ ઝાલા, બાવળા શહેર પ્રમુખ તરીકે રાકેશ ભરવાડ, બારેજા શહેર પ્રમુખ તરીકે અજીત ઠાકોર, વિરમગામ શહેર પ્રમુખ તરીકે સુધીર રાવલ, ધોળકા શહેર પ્રમુખ તરીકે દિનેશ મકવાણા અને ધંધુકા શહેર પ્રમુખ તરીકે દેવાભાઈ ઠાકોરની નિમણૂક કરાઈ છે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, તારાપુરથી સમ્રાટ ચૌધરી મેદાનમાં