Gujarat

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી

By GS TEAM
17 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વર્ષ 2027ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ગુરુવારે (16 ઓક્ટોબર) રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે, જેના માટે કુલ 26 મંત્રીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, આ નવા મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે અને 19 જેટલાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં વર્ષ 2027ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ગુરુવારે (16 ઓક્ટોબર) રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે, જેના માટે કુલ 26 મંત્રીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, આ નવા મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે અને 19 જેટલાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ LIVE : ગુજરાત સરકારના 26 મંત્રીની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન, થોડી વારમાં શપથગ્રહણ

દિગ્ગજ નેતાઓને પડતા મૂકાયા

નવા મંત્રીમંડળની યાદીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે, 10 જેટલા જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આગામી ચૂંટણી અને સંગઠનની વ્યૂહરચનાના ભાગરૂપે આ દિગ્ગજ નેતાઓને સ્થાન અપાયું નથી, જેમાં નીચે મુજબના મંત્રીઓનો સમાવેશ થાય છે:

  • બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
  • રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
  • બચુ ખાબડ (દેવગઢ બારિયા)
  • મૂળુ બેરા (ખંભાળિયા)
  • કુબેર ડિંડોર (સંતરામપુર)
  • મુકેશ પટેલ (ઓલપાડ)
  • ભીખુસિંહ પરમાર (મોડાસા)
  • કુંવરજી હળપતિ (માંડવી- સુરત)
  • જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
  • ભાનુબહેન બાબરિયા (રાજકોટ ગ્રામ્ય)

આ પણ વાંચોઃ ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ!

19 નવા ચહેરાઓને સ્થાન

આ મંત્રીમંડળ વિસ્તરણમાં અનુભવી નેતાઓની સાથે સાથે યુવા અને નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિતના કુલ 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે.

  1. દર્શના વાઘેલા (અસારવા)
  2. મનીષા વકીલ (વડોદરા શહેર)
  3. રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
  4. સ્વરૂપજી ઠાકોર (વાવ)
  5. જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
  6. કાંતિ અમૃતિયા (મોરબી)
  7. કૌશિક વેકરિયા (અમરેલી)
  8. રમેશ કટારા (ફતેપુરા) 
  9. ત્રિકમ છાંગા (અંજાર)
  10. ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
  11. રમણ સોલંકી (બોરસદ)
  12. સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા) 
  13. પ્રવીણ માળી (ડીસા) 
  14. પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
  15. નરેશ પટેલ (ગણદેવી)
  16. ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર) 
  17. પી.સી. બરંડા (ભીલોડા)  
  18. કમલેશ પટેલ (પેટલાદ)
  19. અર્જુન મોઢવાડિયા (પોરબંદર)