Get The App

ગુજરાતનો સૌથી મોટો સાયબર ફ્રોડ, RBL બેંકના 90 ખાતામાંથી 1445 કરોડનું ટ્રાન્ઝેક્શન

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનો સૌથી મોટો સાયબર ફ્રોડ, RBL બેંકના 90 ખાતામાંથી 1445 કરોડનું ટ્રાન્ઝેક્શન 1 - image


Gujarat Biggest Cyber Fraud: ગુજરાતમાં અવારનવાર સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હવે રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુજરાત પોલીસને 165 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં માત્ર 6 મહિનામાં RBL બેંકના 90 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. જોકે અન્ય 75 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં ફરી ગજબ ઘટના, મંજૂરી વિના બનેલું ઓપરેશન સિંદૂર સર્કલ 'ગાયબ', જુઓ તસવીર

સમગ્ર ઘટના અંગે જાણીએ તો, સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાન એક મોપેડને રોકવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભાંડાફોડ થયો અને આરોપીની ધરપકડ કરી હતી. પૈસાની જરૂરીયાતમંદ લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: સુરતની એક અનોખી સ્કુલ જ્યાં વાલીઓ અને શિક્ષકો ભેગા મળીને કરે છે શાળાની સાફસફાઈ

આ કૌભાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. કીરાટ જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી સામે: ઉધના પોલીસ

ઉધના પોલીસની તપાસ દરમિયાન મળી આવેલા અલગ અલગ બેંકોના 165 અકાઉંટ પૈકી RBL બેંકના કુલ 90 એકાઉન્ટની માહિતી આવી જતા તેમાં 1455 કરોડના વ્યવહારો કુલ 6 મહિનાના સમયગાળા દરમિયાન આરોપીઓ દ્વારા થયેલા હોવાનું સામે આવ્યું છે. તેમજ મોટાભાગના બેન્ક એકાઉન્ટ પૈસાની જરૂરીયાતમંદ લોકોને લોન આપવાના બહાને ખોલાવેલા હોવાનું સામે આવ્યું છે.

Tags :