બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Bar Council Elections: આજે 6ઠ્ઠી માર્ચ શુક્રવારના રોજ ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઇ રહી છે. આ ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ વખતે પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા લાઇવ રેકોર્ડિંગ અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે, જે પારદર્શિતા લાવવા માટેનો એક મોટો નિર્ણય છે.
મતદાન અને ગણતરી
6ઠ્ઠી માર્ચે મતદાન થયા બાદ તમામ મતપેટીઓ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવશે. 9મી માર્ચથી મતગણતરી શરૂ થશે અને 14મી માર્ચ સુધીમાં અંતિમ પરિણામો જાહેર થવાની શક્યતા છે.
ઉમેદવારો અને બેઠકો
આ વખતે કુલ 25 સભ્યોને બદલે 23 સભ્યો માટે ચૂંટણી યોજાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 30% મહિલા અનામતને કારણે 5 બેઠકો મહિલા વકીલો માટે ફાળવવામાં આવી છે. ચૂંટણી મેદાનમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
77 હજારથી વધુ વકીલ મતદારો લેશે ભાગ
આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે, જેના કારણે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલી આ ચૂંટણીમાં રાજકીય રંગ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના અંદાજે 77 હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે 150થી વધુ મતદાન મથકો અને 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ', ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય
છેલ્લા 27 વર્ષથી બાર કાઉન્સિલમાં 'સમરસ પેનલ'નો દબદબો રહ્યો છે, ત્યારે આ વખતે બદલાયેલા સમીકરણો અને પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિમાં કોણ બાજી મારે છે તેના પર રાજ્યના ન્યાયતંત્રની નજર ટકેલી છે.








