Get The App

દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ 1 - image


Gujarat ATS: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.

દમણ અને ગોવાથી ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.  રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, તેની ધરપકડ ગોવામાંથી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નર-માદા શ્વાનની ઓળખ કરો અને ક્યાં રહે છે તે પણ શોધો, સરકારના હાસ્યાસ્પદ આદેશથી તલાટીઓ ભડક્યાં

પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.


Tags :