Gujarat HDI: છેલ્લાં એકાદ વર્ષમાં એકસરખા ગાળામાં ખાદ્યપદાર્થોના ભાવોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની અર્થવ્યવસ્થાની રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. જોકે, આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી. બીજી તરફ, માનવ વિકાસનો સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત 20મા ક્રમે રહ્યું છે.
2024ની સરખામણીમાં 2025માં શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યવસ્તુના ભાવમાં વધારો
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો આરોપ છે કે, મધ્યમ વર્ગના પરિવારો આવકના 35થી 45 ટકા ખાધાખોરાકીની ચીજવસ્તુઓ પર ખર્ચે છે. ગરીબના કિસ્સામાં આ હિસ્સો 40થી 70 ટકા છે તે વાત સાચી પણ એને પાંચ કિલો ઘઉં મફત મળે છે, જે મળવા જ જોઈએ અને સાથોસાથ બાકીની જીવનજરૂરિયાતની વસ્તુ પણ રેશનિંગની દુકાનેથી વ્યાજબી ભાવે મળે છે. એટલે નિમ્ન મઘ્યમ વર્ગની માફક જેમની આવક સીમિત હોય અને ખાદ્યપદાર્થોના ભાવોમાં સહેજ પણ વધારો પોતાનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે એટલી હદે પરિસ્થિતિ વિષમ બનતી નથી. આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ પોતાના 'થાલીનોમિક્સ' પર કાતર ચલાવી એમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે, જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે.
આ પણ વાંચોઃ સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ
તેમણે વઘુમાં જણાવ્યું કે, મધ્યમ વર્ગીય પરિવારો માસિક આવકના 30થી 50 ટકા જેટલી રકમ ભોજન પર ખર્ચ કરે છે. મધ્યમ વર્ગ પાસે નિમ્ન મધ્યમ વર્ગની તુલનામાં પ્રમાણમાં વધુ નાણાંકીય ક્ષમતા અને બચત કરવાની ક્ષમતા હોય છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન બજેટ માટે થતો હોય છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ ઉપર ભારણ આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસનો સૂચકાંક બહાર પાડવામાં આવે છે, જેના તાજેતરના આંકડા ચોંકાવી દે તેમ છે કેમકે, ભારત વૈશ્વિક કક્ષાએ 130મા નંબરે છે, જ્યારે ગુજરાત દેશમાં 20મા ક્રમે રહ્યું છે જે ચિંતાનો વિષય છે.
વર્ષ 2024 અને વર્ષ 2025માં ખાદ્યપદાર્થના ભાવ


