ગુજરાતના 78 જળાશય 100% છલકાયા, સરેરાશ જળસ્તર 80%, 106 ડેમ હાઇઍલર્ટ પર
Gujarat Dam: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર સવા 19 ફૂટને પાર પહોંચ્યા બાદ સ્થિર થઈ નીચે ઉતરતાં રાહત થઈ હતી. આ દરમિયાન હાલ ગુજરાતના 78 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા છે.
19 ફૂટને પાર પહોંચ્યું નર્મદાનું જળસ્તર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 15 ગેટમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. આજે નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર પહોંચ્યું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં ઍલર્ટ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આજરોજ પાણીની આવક ઘટતાં હવે સવાર બાદ પાંચ ગેટ બંધ કરી દેવાતાં 10 ગેટમાંથી પાણી છોડાઈ રહ્યું હતું. જેના પગલે સવા 19 ફૂટ પર ગોલ્ડન બ્રિજ પર સપાટી બપોરથી સ્થિર રહ્યા બાદ સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
ગુજરાતના જળાશયોમાં રીજિયન પ્રમાણે જળસ્તર