Get The App

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં અતિ ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં અનરાધાર

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં અતિ ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં અનરાધાર 1 - image


Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6.0 ઇંચ, તાપીના વાડોલમાં 5.63 ઇંચ, સુરતના ઉમરપાડામાં 5.31 ઇંચ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 5.0 ઇંચ વરસાદ નોંધાયો છે. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના મહુવામાં 4.37 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 4.3 ઇંચ, ડાંગના સુબીરમાં 4.24 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 અને ડોલવાણમાં 3.31 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 3.1 ઇંચ, ખેડાના કઠલાલ અને કપડવંજમાં 3.1 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.  આ ઉપરાંત 9 તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે, 12 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 103 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. 

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં અતિ ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં અનરાધાર 2 - image

બનાસકાંઠાની શાળાઓમાં રજા જાહેર

વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

આજે કયા જિલ્લામાં કયું એલર્ટ

રેડ એલર્ટઃ બનાસકાંઠાસ પાટણ, મહેસાણા, સાબરકાંઠા

ઓરેન્જ એલર્ટઃ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમાહાલ, દાહોદ, વડોદરા,

યલો એલર્ટઃ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

ચોથી જુલાઈઃ 

હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો ઍલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. 

યલો ઍલર્ટઃ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

પાંચમી જુલાઈઃ 

હવામાન વિભાગે 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ અરવલ્લી, મહીસાગર, દાહોદ

યલો ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

આ પણ વાંચો: આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

છઠ્ઠી જુલાઇ

હવામાન વિભાગે 6 જુલાઈના દિવસે 7 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 22 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

સાતમી જુલાઈઃ 

હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 12 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. 

ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા

યલો ઍલર્ટઃ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

Tags :