Get The App

રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરી તો ખેર નહીં, ગુજરાતમાં 14 વિરુદ્ધ ગુનો

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
Anti National Posts on Social Media


Anti National Posts on Social Media: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હાથ ધરાયુ છે ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. 

સોશિયલ મીડિયા પર પોલીસની બાજનજર 

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી સર્જાઇ છે ત્યારે ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા હતાં. 

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ દ્વારા 466 ન્યાયાધીશોની બદલીઃ ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજનો પણ કરાયો સમાવેશ

14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી

સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ઘ્યાને આવ્યુ હતું. આ બધાય વ્યક્તિ વિરુઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરી તો ખેર નહીં, ગુજરાતમાં 14 વિરુદ્ધ ગુનો 2 - image

Tags :