ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગુજરાતના નવ સંયુક્ત કમિશનરની બદલી થઈ
ગુજરાતમાં ૩૫ નાયબ વેરા કમિશનરની પણ બદલીઓ કરવામાં આવી
36 deputy commissioners transfered
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
બોગસ બિલિંગની સમસ્યાનો સતત સામનો કરી રહેલા ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના સંયુક્ત કમિશનર અન્વેષણ મિલિન્દ કાવટકરની બદલી કરીને તેમને સ્થાને સંયુક્ત રાજ્યવેરા કમિશનર-અન્વેષણ તરીકે એમ.સી. ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. મિલિન્દ કાવટકરને વડોદાર વિભાગ ૫માં સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે મોકલી દેવામાં આવ્યા છે. એમ.સી. ઠાકર વડોદરા વિભાગ ૫માં સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે સેવા આપતા હતા.
જીએસટી એન્ફોર્સમેન્ટમાં મિલિન્દ કાવટકરને હટાવીને એમ.સી. ઠાકરની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો
ભાવનગરમાં વિભાગ-૯માં સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે સેવા આપતા ડી.એન. યાજ્ઞિાકની બદલી જૂનાગઢ વિભાગ ૧૧ના સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ભાવનગરના વિભાગ નવમં રાજકોટના વિભાગ-૧૦માં સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે સેવા આપતા એચ.એન. જલુની ભાવનગર વિભાગ ૯માં સંયુક્ત રજાયવેરા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહેસાણા વિભાગ ૪ના સંયુક્ત રાજ્યવેરા કમિસનર બી.એ. સોલંકીની મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીમાં સંયુક્ત રાજ્યવેરા કમિસનર ઈ.આઈ.યુ. રીકે બદલી કરવામાં આવી છે.સંયુક્ત રાજ્યવેરા કમિશનર(અદાલત) એસ.એસ. રાઠોડની સંયુક્ત રાજ્યવેરા કમિશનર રિવ્યુ તરીકે અમદાવાદની જ મુખ્ય રાજ્યવેરાક કચેરીમાં બદલી કરવામાં આવી છે. ગાંધીધામના વિભાગ ૧૨ના સંયુક્ત રાજ્યવેરા કમિશનર એચ.કે. સ્વામીની સંયુક્ત રાજ્યવેરા કમિસનર (અદાલત તરીકે બદલી કરવામાં આવી છે. સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે સેવા આપતા એમ.એન.દવેનું અમદાવાદથી બદલી કરીને સંયુક્ત રાજ્યવેરા કમિશનર (વિવાદ) વડોદરા વિભાગ ૫માં બદલી કરવામાં આવી છે.
વડોદરાના સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ ૫ના એમ.સી. પ્રજાપતિની બદલી મહેસાણાના સંયુત રાજ્યવેરા કમિશનર વિભાગ ૪માં કરવામાં આવી છે.
બદલી કરવામાં આવેલા એન્ફોર્સમેન્ટના અધિકારી અને તેમની ટીમના સભ્ય તરફથી વેપારીઓને ખોટી રીતે સતત પરેશાન કરવામાં આવતા હોવાથી વેપારીઓને ત્રાસમાંથી મુક્તિ મળવાના દરવાજા ખૂલ્યા હોવાનું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે. આ બદલીઓ પછી વેપારીઓ શાંતિથી ધંધો કરી શકશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
૩૫ નાયબ કમિશનરોની બદલી કરવામાં આવી
ગુજરાત સરકારને નાયબ વેરા કમિશનર વર્ગ ૧ના ૩૫ અધિકારીઓની બદલી કરી છે. આ બદલી મેળવનારા નાયબ રાજ્ય વેરા કમિસનરોમા હેમાંગી ગોસ્વામિ, એમ.બી. ગઢવી, એન.વી. કામોળ, એમ.કે. બલાત, એલ.બી. રાઢોડ, એ.આર. જનકાન્ત, એમ.બી.વસાવા, આર.પી. વાઘેલા, કે.એન. કેશરિયા, એન.ડી.ગોગરા, બી.બી. ઉપાધ્યાય, વાય.આર. ભાંબળા, એમ.એ.જે. મોમિન, એમ.એમ રાઠોડ, એચ.પી. પટેલ, એ.એસ.ધોબી, કે.પી. કંસારા, કે.સી. સોલંકી, એસ.વી. ગઢવી, વી.એમ. મોચી, જે.એમ. ોડેદરા, એસ.જી. બારોટ, ટી.બી. રાઠોડ, આર.બી. ડોડિયા, એ.કે. કરંગિયા, એન.વી. દેસાઈ, એ.જી. જસાણી, પી.એમ. ડામોર, સી.એલ. અમિન, એ.એલ. રબારી, બી.એસ. પુરાણી, જે.આર.ગોહિલ, એચ.આઈ.દેસાઈ, એ.એમ. ચેતરિયાનો સમાવેશ થાય છે.
૧૮ સહાયક કમિશનરની બદલી કરવામાં આવી
સહાયક રાજ્યવેરા કમિશનરોમાં એન.એન.ગજ્જર, એ.પી. પટેલ, આર.કે. મુનિયા, કે. ંમગલમ, જી.આર. સોલંકી, વી.એચ.દેસાઈ, એસ.જે.ગાજીપરા, કે.બી. ગોહિલ, જે.એલ. વાઘાણી, ઓ.પી. ચૌહાણ, એ.એન. શાહ,એસ.કે. પટેલ, બી.એચ. ચાવડા, એ.એમ. ચાવડા, જે.જી. રાઠોડ, બી.એલ. જીયડ, એમ.એમ. ડોડિયા અને સી.એલ. પટેલનો સમાવેશ થાય છે.