GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે
GSRTC Conductor Result : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર કક્ષાની સીધી ભરતીની લેખિત પરીક્ષાનું પરિણામ આજે 19 માર્ચ, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં GSRTC દ્વારા લેવામાં આવેલી કંડક્ટરની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 29 ડિસેમ્બર, 2024ના રોજ GSRTC/202324/32 કંડક્ટર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના આજે 19 માર્ચ, 2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આરોગ્ય કર્મીઓ વાંરવાર નહીં પાડી શકે હડતાળ, સરકાર ESMA લાગુ કરશે
GSRTCની કંડક્ટરની સીધી ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાત્ર થતાં ઉમેદવારોની યાદી અને સૂચનાઓ અલગથી નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખે નાખીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.