Get The App

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
Navratri 2025


GSRTC Extra Bus On Navratri 2025: નવરાત્રિના પાવન પર્વ પર પાવાગઢ અને કચ્છમાં માતા મઢ ખાતે આસોના મેળા શરૂ થયો છે. રાજ્યમાં તહેવાર ટાણે અને નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે કુલ 120 એકસ્ટ્ર બસનું સંચાલન શરૂ કર્યુ છે. 

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે એકસ્ટ્ર બસની સુવિધા

નવરાત્રિમાં પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ જતા શ્રદ્ધાળુઓને મુસાફરીની સુવિધા મળી રહે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસો દોડાવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુધી રોજની 55 જેટલી બસ દોડાવાશે. જ્યારે કચ્છના વિવિધ તાલુકામાંથી માતાના મઢ સુધીની 65 એક્સ્ટ્રા બસનું સંચાલન કર્યુ છે. આમ બંને જિલ્લામાંથી કુલ 8.20 લાખ શ્રદ્ધાળુઓ નવરાત્રિના આસો મેળાનો લાભ લેશે.

આ પણ વાંચો: ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત

તમને જણાવી દઈએ કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રિનો મેળો 22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર, 2025 સુધી અને માતાના મઢ ખાતે યોજાયેલ મેળો 30 સપ્ટેમ્બર, 2025 સુધી રહેશે. 

Tags :