ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત
Navaratri 2025 : નવરાત્રી ટાણે ગોટાના ફૂલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી માઈ ભક્તોને હાલ એક મોટી રાહત થઈ છે. તો બીજી તરફ હજુ ગુલાબના ભાવ રૂ.200ની આસપાસ ચાલી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટ ખાતેના ફૂલ બજારમાં ફૂલોના ભાવ તેની આવક પર નિર્ભર હોય છે. હાલ ગોટાના ફૂલની ખૂબ આવક થતી હોવાથી તેના ભાવ ઘટીને રૂપિયા 40 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તો બીજી તરફ ગુલાબના ફૂલના ભાવ રૂપિયા 200 પ્રતિ કિલોની આસપાસ ચાલી રહ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન બંને ફૂલના ભાવ આસમાને હતાં. ત્યારે હાલ ખાસ કરીને ગોટાના ફૂલની નોંધપાત્ર આવક થતા તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ ગોટાના ભાવ રૂપિયા 40 પ્રતિ કિલો જ્યારે ગુલાબના રૂપિયા 200 પ્રતિ કિલોએ ચાલી રહ્યા છે.