GS Conclave : આજના યુવાનો જ આવતીકાલના પાવરહાઉસ : જીનલ મહેતા

અમદાવાદ,તા.13 જુલાઈ 2022,બુધવાર
ટોરેન્ટ પાવરના મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, 'આ કોન્ક્લેવના આયોજન બદલ હું ગુજરાત સમાચારનો આભાર માનું છું. આ એક એવી કોન્ક્લેવ છે જેમાં ભવિષ્ય પર ધ્યાન રાખી અને મહત્વની બાબતો પર યંગ લીડર્સના વિઝનને રજૂ કરવાનો પ્રયાસ છે. ટોરેન્ટ ગૂ્રપ પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રયુબેશન, હેલ્થકેર, ગેસ ડિસ્ટ્રયુબેશન સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ટોરેન્ટ ગૂ્રપ તેની ગૂ્રપ કંપની ટોરેન્ટ પાવર-ટોરેન્ટ ગેસ દ્વારા દેશની લાર્જેસ્ટ પાવર ડિસ્ટ્રયુબેશન કંપની છે. ટોરેન્ટ ગેસ દેશની સેકન્ડ લાર્જેસ્ટ કંપનીમાં સ્થાન ધરાવે છે. પાવર અને ગેસ ડિસ્ટ્રયુબેશનમાં ચાર મુખ્ય થીમ પર ટોરેન્ટની ચાર મુખ્ય થીમ છે. જેમાં ક્લાઇમેટ ચેન્જ, ડિજિટલાઇઝેશન, રિલાયેબિલિટી, ડેમોક્રસી (કસ્ટમર ચોઇસ)નો સમાવેશ થાય છે.'

- નરેન્દ્ર મોદીના 20 વર્ષના શાસનની સિધ્ધિને બિરદાવી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, 'ગુજરાતના વિકાસની વાત કરવા રાજ્યના વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવા ગુજરાત સરકાર ગુજરાત સમાચાર આજે એક મંચ પર આવ્યા છે. દાંડી યાત્રાની પ્રેરણાથી શરૂ થયેલું આ દૈનિક અખબાર ગુજરાતની વિકાસયાત્રાની વાત કોન્ક્લેવના માધ્યમથી લોકો સમક્ષ લાવ્યું છે. દાંડી યાત્રાના પ્રણેતા મહાત્મા ગાંધી હતા. તો છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતની વિકાસયાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ગુજરાત ૧૯૬૦માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ઘણાને એવા સવાલ હતા. કે એક તરફ રણનો સૂકો પ્રદેશ, સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન, દરિયાનો ખારો પાટને લીધે તે વિકાસ કેમ કરી શકશે? પરંતુ ગુજરાત આજે વિકાસયાત્રામાં પૂરપાટ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો બાદ ગુજરાતની વિકાસયાત્રાને નવો વેગ મળ્યો છે. આજે કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતે વિકાસ ન કર્યો હોય.'
રાજ્યના કોઇપણ ખૂણે જાવ તો ૧૦ કિલોમીટરની ત્રિજ્યમાં વિકાસનું કામ જોવા મળશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, 'ગુજરાત અને વિકાસ હવે એકમેકના પર્યાય છે. એક સમયે પૂરતી વીજળી માટે વલખાં મારતું ગુજરાત હવે ૨૪ કલાક થ્રી ફેઝ વીજળીથી જ્યોર્તિમયબન્યું છે. રાજ્યમાં વીજઉર્જા ઉત્પાદન ૮૭૦૦ મેગા વોટથી વધીને ૪૦ હજાર મેગાવોટ થયું છે. ગુજરાત હવે ડિજીટલાઇઝેશન તરફ હરણફાળ ભરી રહ્યું છે. ૯૯.૯૭ ટકા ગ્રામપંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાઇ છે. ૩૦૦ જેટલી સેવા ઘરઆંગણે મળી રહે છે. ૨૦૦૩માં નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવીને વિદ્ધના મોટા ઉદ્યોગોને ગુજરાતમાં લાવ્યા છે. ગુજરાત હવે ઓટો-ફાર્મા સેક્ટરનું હબ બન્યું છે. ૨૦ વર્ષમાં એમએસએમયુ ઉદ્યોગની સંખ્યા ૨.૭૪ લાખથી વધીને ૮.૬૬ લાખ થઇ છે. ગુજરાત સતત ત્રીજા વર્ષે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સ્મસ્થાન હાંસલ કર્યું છે. ૧૮૦થી વધુ ઈન્ક્યુબેટર અને ૮ હજારથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતે વિકસાવ્યા છે.

