ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા
પ્રતિકાત્મક તસવીર |
Botad News : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે બોટાદના ગઢડામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં રેતી ભરવાની સામાન્ય બાબત પર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. જૂથ અથડામણની ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલીને આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોટાદના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે બે જૂથો વચ્ચે મારામારીની ઘટનામાં ચાર લોકોને ગંબીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ઝઘડામાં લોકોએ બહાર પાર્ક કરેલી થાર કારના કાચ પણ તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
જૂન અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.