Gujarat

'તને કેનાલમાં નાખી દઈશ', GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ જિલ્લાના સુઈ ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તિજોરી પર તરાપ મારતા મસમોટા GRD ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક પ્રામાણિક માનદ અધિકારીએ જ્યારે નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો, ત્યારે તેમને કેનાલમાં નાખી દેવાની અને જાતિ વિષયક અપશબ્દો કહી ધમકાવવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તને કેનાલમાં નાખી દઈશ', GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ

Suigam GRD Recruitment Scandal: વાવ-થરાદ જિલ્લાના સુઈ ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તિજોરી પર તરાપ મારતા મસમોટા GRD ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક પ્રામાણિક માનદ અધિકારીએ જ્યારે નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો, ત્યારે તેમને કેનાલમાં નાખી દેવાની અને જાતિ વિષયક અપશબ્દો કહી ધમકાવવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. 

GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી

થરાદના સરહદી સુઈ ગામમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળ ગણાતા GRD એટલે કે ગ્રામ રક્ષક દળમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોવાની ઘટના સામે આવી છે. માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા દશરથ સોલંકીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેટલાક શખસો નકલી આઈકાર્ડના આધારે નોકરી કરી રહ્યા છે. 

અધિકારીએ કહ્યું કે, 'મેં જ્યારે નકલી આઈકાર્ડ પકડ્યા ત્યારે મને ધમકાવવામાં આવ્યો હતો. જેમાં ક્લાર્ક મહેશ બારોટ નામના કહ્યું કે, એસ.પી. સાહેબ બદલાઈ જશે પછી તને એવા ગુનામાં ફસાવીશ કે દુનિયા પણ જોવા નહીં મળે.' 

આ પણ વાંચો: વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ

14 સામે ગુનો દાખલ

સમગ્ર મામલે દશરથે હિંમત હાર્યા વગર હાઈકોર્ટ અને ગૃહમંત્રી સુધી રજૂઆતો કરી અંતે, ડીવાય.એસ.પી. એસ.એમ. વારોતરીયા દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે કુલ 14 શખસો સામે ગુનાહિત કાવતરું રચવા, ભ્રષ્ટાચાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

શું આ કૌભાંડના તાર છેક ઉપર સુધી જોડાયેલા છે? શું સામાન્ય જનતાના ટેક્સના પૈસા આ રીતે નકલી સભ્યોના નામે ખવાઈ રહ્યા હતા? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાં બહાર આવશે, સુઈગામ પોલીસ છાવણીમાં આ કૌભાંડને લઈ ફફડાટ વ્યાપી ગયો છે. જોવાનું એ રહેશે કે આ 14 આરોપીઓની ધરપકડ ક્યારે થશે.