GPSCએ જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્રમ, વર્ગ-1,2 અને 3 સહિતની વિવિધ ભરતી માટેની જાણો તારીખ
GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ક્લાસ 1-2 અને 3 સંવર્ગોની વિવિધ જગ્યાઓ પર ભરતી સંબંધિત પરીક્ષાની તારીખ અંગેની મહત્ત્વની સૂચનાનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ગુજરાત વહીવટી સેવા, મદદનીશ વન સંરક્ષક, હિસાબી અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક, નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદારની પોસ્ટ માટે આગામી એપ્રિલ મહિનાથી પ્રિલીમ પરીક્ષા યોજાશે. આ સાથે તેની મુખ્ય પરીક્ષાને લઈને પણે તારીખો જાહેર કરી છે. આ મામલે હસમુખ પટેલે તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પાટીદાર નેતાઓ સામે થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી
GPSC દ્વારા ક્લાસ-1,2 અને 3 સહિતની વિવિધ ભરતી માટેની પરીક્ષાની તારીખોનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ત્યારે હસમુખ પટેલે તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતીમાં ભાગ લઈ શકે, મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે તમામ બાબતોને ધ્યાન પર રાખી મુલ્કી સેવા વર્ગ -1,2, નાયબ સેક્સન અધિકારી, નાયબ વન સંરક્ષક, આંકડા અધિકારી વર્ગ- 1,2, રાજ્ય વેરા નિરીક્ષક વિગેરે પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક જાહેર કરવામાં આવ્યું.'