પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો કર્યો
Panchmahal News: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરીના ચેરમેન દ્વારા ખેડૂતોના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતાં દરેક દાણમાં પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેનો અમલ આજ (28 જુલાઈ)થી જ કરવામાં આવ્યો છે.
દાણના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો
ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, પંચામૃત દાણના વિવિધ ઉત્પાદનોના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડાનો સીધો લાભ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે લાખો પશુપાલકોને મળશે.
આ નિર્ણયથી લાખો પશુપાલકોને મહિને અંદાજે રૂ.2 કરોડનો સીધો આર્થિક લાભ થવાનો અંદાજ છે. દાણના ભાવ ઘટવાથી પશુપાલકોના દૂધ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે, જે આર્થિક રીતે તેમને વધુ સક્ષમ બનાવશે.
આ પણ વાંચો: બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી
પંચામૃત ડેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પંચામૃત ડેરીના ચેરમેનના આ સંવેદનશીલ અને ખેડૂતલક્ષી પગલાની લોકોએ વધાવી લીધો છે.