Get The App

હવે ગાંધીનગરમાં પણ ગોલ્ડ ATM: ગમે ત્યારે કરો સોના-ચાંદીની ખરીદી

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
હવે ગાંધીનગરમાં પણ ગોલ્ડ ATM: ગમે ત્યારે કરો સોના-ચાંદીની ખરીદી 1 - image


Gandhinagar Gold ATM: અત્યાર સુધી તમે રોકડ નાણાં કે મિનરલ વોટરના ATM મશીન અંગે સાંભળ્યું હશે, પરંતુ હવે ગુજરાતમાં અને એ પણ ગાંધીનગરમાં GOLD ATM પણ આવી ચૂક્યું છે. શહેરના સેક્ટર-2માં બગીચા સામે ચાર્વેદ કોમ્પ્લેક્સમાં GOLD ATM ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાંથી 24 કલાકમાં ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે. ATM કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઇ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે.

ATMમાં 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કા

આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું GOLD ATM છે. થોડા દિવસ અગાઉ સુરતમાં ગોલ્ડ ATM શરુ કરાયું છે અને હવે ગાંધીનગરમાં પણ ગોલ્ડ ATM શરુ કરાયું છે, જેના થકી પાટનગરના નાગરિકો ગમે તે સમયે સરળતાથી અને ઝડપથી સોના-ચાંદીના સિક્કાની પારદર્શી રીતે ખરીદી કરી શકશે.

આ પણ વાંચોઃ ભાજપમાં ભડકો? ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે પત્ર લખી MLAને ખખડાવ્યા

24 કલાકમાં ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે

મહત્વનું છે કે વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવતી હોય છે. જોકે રાતના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકાતી નથી, પરંતુ હવે આ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે.

આ પણ વાંચોઃ ખેડામાં વીજકરંટના કારણે ત્રણ લોકોના મોતઃ 2 વર્ષની બાળકીને બચાવવા જતાં માતા-ભાઈ પણ મોતને ભેટ્યાં

ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નીવડશે

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ GOLD ATMનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આ એક સારી વ્યવસ્થા છે, જે ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નીવડશે. આપણે ત્યાં સોના-ચાંદીનું ખૂબ મહત્ત્વ છે." કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, ગોલ્ડ ATM કંપનીના ચેરપર્સન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :