Gujarat

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રાસ વર્તાવ્યો

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
ગોધરા અને તેની આસપાસના રેલવે વિસ્તારોમાં આતંક મચાવતી સિગ્નલ ફળિયા ગેંગના વધુ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. રેલવે પોલીસે આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રાસ વર્તાવ્યો
 AI IMAGE

Godhra News: ગોધરા અને તેની આસપાસના રેલવે વિસ્તારોમાં આતંક મચાવતી સિગ્નલ ફળિયા ગેંગના વધુ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. રેલવે પોલીસે આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. પકડાયેલા આરોપીઓને અદાલતે 13 મે સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

પિતાએ જ બનાવ્યા પુત્રોને ગુનેગાર

આ ગેંગની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી હસન, હુસેન અને યાસીન ત્રણેય સગા ભાઈઓ છે. આ ત્રણેય ભાઈઓને તેમના પિતા સલીમ ઉર્ફે ઠૂંઠિયાએ જ ચોરી કરવાની તાલીમ આપી હતી. સલીમે કબૂલાત કરી છે કે 20 વર્ષની ઉંમરે ટ્રેનમાં ચોરી કરતી વખતે તેનો એક હાથ કપાઈ ગયો હતો, તેમ છતાં તેણે આ રસ્તો ન છોડ્યો અને પુત્રોને પણ તેમાં ધકેલ્યા.

આ પણ વાંચો:દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી

ટ્રેન રોકવા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા. પિતા સલીમ ચાલુ ટ્રેનનો પ્રેશર કોક ખોલીને ટ્રેન અટકાવવામાં માહિર છે.  મોટેભાગે ગુડ્સ ટ્રેનને જ પોતાનો શિકાર બનાવતા. આ ગેંગ કંડલા પોર્ટ અને પોરબંદરથી આવતી ટ્રેનોના સીલ તોડીને અનાજ તથા ખાતરની મોટાપાયે ચોરી કરતી હતી. રતલામથી મેઘનગર વચ્ચેના રેલવે ટ્રેક પર આ ગેંગ સૌથી વધુ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

ગુનાખોરીનો કાળો ઈતિહાસ

સિગ્નલ ફળિયા ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં કુલ 62 ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 54 ગુનાઓ તો ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા હેઠળના છે. માત્ર રેલવે જ નહીં, આ ગેંગે ગોધરાના મંદિરમાંથી મૂર્તિઓ ચોરી કરીને રાજસ્થાનમાં વેચવાની પણ યોજના બનાવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં શાહનવાઝ મુસ્તફા, સલીમ ઠૂંઠિયો, સોકત ઉર્ફે સબૂરીઓ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગેંગ પાસેથી વધુ કેટલાય વણઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.