Get The App

ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે

ભાઈચારાના નામે ગરબામાં આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને લાવી બહેનચારો પણ કરેઃ ધિરેન્દ્ર શાસ્ત્રી

Updated: Oct 16th, 2023

GS TEAM

Google News
Google News


ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી 1 - image

અમદાવાદઃ (Ambaji)ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા રમવા માટે કપાળે તિળક હશે તો જ એન્ટ્રી મળશે એવી જાહેરાતો (divya darbar)જેવા અનેક પ્રકારના નિવેદનો પ્રકાશમાં આવ્યા હતાં. (bagheshwar dham) વડોદરાના ડભોઇ બાદ વડોદરાના નવલખી ખાતે યોજાઈ રહેલ (Dhirendra shashtri) ગરબામાં "તિલક નહીં તો પ્રવેશ નહીં" અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. (Garba Entry ) નવરાત્રિના પ્રથમ દિવસે પ્રવેશ દરમિયાન તમામ યુવકોને તિલક લગાવી પ્રવેશ (Ganga water and cow urine) આપવામાં આવ્યો હતો.ત્યારે અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. 

ગરબામાં લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપો

અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે.સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી માં અંબાએ સ્વીકારી છે. રાજ્યમાં વધી રહેલા લવ જિહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે,સ્કૂલ-કોલેજમાં લવ જિહાદ ફેલાઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. આયોજકોએ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. 

ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપોઃ ધીરેન્દ્ર શાસ્ત્રી 2 - image

Tags :