Gir Somnath News: ગીર સોમનાથ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તાલાલામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો છે. તાલાલાના એક રિસોર્ટમાંથી દારૂના નશામાં ચૂર 5 લોકોને ઝડપી, રિસોર્ટના સંચાલકની પણ ધરપકડ કરી છે. 21,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
'લોટસ લક્ઝરી રિસોર્ટ' પર દરોડા
ચોક્કસ બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં આવેલા 'લોટસ લક્ઝરી રિસોર્ટ' દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશો કરેલી હાલતમાં હતા. જેથી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ રિસોર્ટ સંચાલક પર સંકજો કસવામાં આવ્યો છે. ઝડપાયેલા યુવકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા 6 આરોપીઓની વિગત
-આકાશ મહેશભાઈ ગુર્જર (રિસોર્ટ સંચાલક, વિસાવદર)
-શુભમ ગોપાલભાઈ ડોડીયા
-હર્ષ પ્રવીણભાઈ ધકાણ
-તરંગ નરેશભાઈ કક્કડ
-વિશાલ ભરતભાઈ ધકાણ
-કિશન મુકેશભાઈ ગોહેલ
આ પણ વાંચો: જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 21,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. ખાસ કરીને સાસણ-તાલાલા પંથકના ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.


