Get The App

'મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો...', સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
'મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો...', સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક 1 - image


Geniben Thakor And Swaroopji Thakor : ગુજરાત સરકારના 26 મંત્રીઓના નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા અને તાજેતરમાં જ વિસર્જન બાદ બનેલા વાવ-થરાદ જિલ્લાને વિશેષ મહત્ત્વ મળ્યું છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરેનું સ્વાગત કરતી વખતે કટાક્ષ કરી હતી અને કહ્યું કે, 'મેં સીટ ખાલી કરી તેના માટે મારો આભાર માનો...' ગેનીબેનની મજાભરી કટાક્ષથી રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

ગુજરાતમાં નવા મંત્રમંડળમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, ત્યારે પાલનપુરના ચડોતર ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં સન્માહ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તા, ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર ભાભરમાં આયોજિત સન્માહ સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો 'ડબલ સ્ટ્રોક', ગેનીબહેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના

ગેનીબેન ઠાકોરે શું કહ્યું?

ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'લોકસાહીની પ્રણાલિકા પ્રમાણે કદાચ હું લોકસભાની ચૂંટણી ન લડી હોત તો બેઠખ ખાલી ન થાત. સોસાયટીમાં બધા સાથે રહીએ છીએ, ત્યારે એમના સન્માનમાં પણ હાજર રહેવું પડે અને અભિનંદન પણ પાઠવવા પડે. વિપક્ષ હોય કે સત્તા પક્ષ ભાભરના વિકાસમાં સાથે રહીને તમામ સમાજના કાર્ય કરવાના પ્રયત્ન કરીશું. જ્યારે ચૂંટણી  હશે ત્યારે અમે સામસામે જ હોઈશું અને ચૂંટણી નહીં હોય ત્યારે લોકોના કામ માટે બધા ભેગા...'

Tags :