Get The App

અમદાવાદના દિલ્હી દરવાજા નજીક એક વાહનમાં પશુ હોવાના આરોપ સાથે ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના દિલ્હી દરવાજા નજીક એક વાહનમાં પશુ હોવાના આરોપ સાથે ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા નજીક ગૌરક્ષકોએ એક ગાડીને રોકી હતી. ગૌરક્ષકોએ ગાડીમાં પશુ હોવાના આરોપ સાથે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળો પહોંચ્યો હતો. પોલીસે ગૌરક્ષકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ઢોરની ગાડી પકડાઈ હતી. જેના વિશે સાંભળીને આજુબાજુના રહીશોના ટોળા ભેગા થઇ ગયા હતા અને હોબાળો મચાવવા લાગ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને લોકોના ટોળાને સમજાવીને મામલાની પતાવટ કરી હતી. 

ઘટનાને પગલે વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થિતિ સંભાળતા લોકોને સમજાવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ફરી સુચારુ કરી હતી. ત્યારબાદ ઢોર સાથે પકડાયેલી ગાડી અને  વાહનચાલકને પકડીને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું. 

Tags :