અમદાવાદમાં અચાનક ગરબાની ઈવેન્ટ રદ, આયોજકોએ પાસના રોકડા લઈને લોકોને ઠગ્યા
લોકોએ 5થી 10 હજાર રૂપિયાના પાસ ખરીદ્યા હોવા છતાં ગરબામાં પ્રવેશ ના મળ્યો
અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ગરબાના આયોજનમાં પણ છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. (Navratri)શહેરના એસપી રિંગ રોડ પર સાયન્સ સિટી ચાર રસ્તા પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં ‘રમે અમદાવાદ’ નામથી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. (Rame Ahmedabad)મંગળવારે ત્રીજા નોરતે ગરબાના આયોજકો દ્વારા અચાનક જ ગરબા ઇવેન્ટ બંધ કરી દેવાતા હજારો રૂપિયાના (event cancel) પાસ ખરીદીને ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો હતો. મંગળવારે રાત્રે સિંગર જગદીપ મહેતાની ઓરકેસ્ટ્રાના ગરબા હતા. પરંતુ જ્યારે ખેલૈયાઓ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં આયોજકો દ્વારા ગરબાની ઇવેન્ટને કેન્સલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
લોકોએ 5થી 10 હજાર રૂપિયાના પાસ ખરીદ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે એસપી રિંગ રોડ પર આયોજિત કરાયેલા ‘રમે અમદાવાદ’ના નામથી ગરબાના આયોજનનું ઉઠમણું થઈ ગયું હતું. આયોજકોએ લોકો પાસે એક પાસના 500 રૂપિયા લેખે હજારો રૂપિયાના પાસ વેચ્યા હતાં. આ પાસ ખરીદીને હજારો લોકો ગરબા રમવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં પહોંચ્યા તો રાતો રાત લાઈટો બંધ કરી દેવાઈ હતી અને ઈવેન્ટ રદ કરાઈ હોવાનું જણાતા ખેલૈયાઓમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ 5થી 10 હજાર રૂપિયાના પાસ ખરીદ્યા હોવા છતાં પણ તેઓને ગરબા રમવા મળ્યા નહોતા. જેના કારણે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રાતોરાત કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના હજારો રૂપિયાના પાસ ખરીદનારા ખેલૈયાઓને નિરાશ કરનાર આયોજક સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.