Get The App

સુરતમાં કિન્નર અને કિશનના સંબંધનો આવ્યો કરૂણ અંજામ, વાત વણસતા યુવકે સંજનાની કરી હત્યા

Updated: Nov 27th, 2024

GS TEAM


Google News
Google News
સુરતમાં કિન્નર અને કિશનના સંબંધનો આવ્યો કરૂણ અંજામ, વાત વણસતા યુવકે સંજનાની કરી હત્યા 1 - image


Surat News : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતમાં ત્રણ દિવસમાં ચોથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ કિન્નરની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી કિશનને કિન્નર સાથે સંબંધ હતો.

કિન્નર અને યુવક વચ્ચે હતો સંબંધ

મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા સંજના (ઉં.વ. 49) નામના કિન્નરની કિશન નામના યુવક સાથે અણબનાવના કારણે બબાલ થઈ હતી. જેમાં કિશને સંજનાને ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કિશનને કિન્નર સંજના સાથે સંબંધો હતો. કેટલાક દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો. જેમાં બંને વચ્ચે કોઈ કારણસર અણબનાવના કારણે ઝઘડો થયો હતો. નજીવી બાબતના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કિશને કિન્નર સંજના પર ચપ્પા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના બની, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ

ડીસીપી ભગીરથ ગઢવીએ સમગ્કર ઘટના અંગે જણાવ્યું હતું કે, આરોપી કિશનના સંબંધો કિન્નર સાથે હતા. સંજના કિશનના ઘરે જ રહેતી હતી. હાલતો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

Tags :