સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો
Surat News : રાજ્યમાં મારામારી, હત્યા, લૂંટ સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતીમાં રિક્ષામાં મુસાફરી કરનારા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે પોલીસે આરોપીઓ વિરૂદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી માટે બેસતાં પેસેન્જરને ચપ્પુ બતાવીને લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે. જેમાં આરોપીઓ પેસેન્જરને રિક્ષામાં બેસાડ્યાં બાદ અવાવરુ જગ્યાએ લઈ જઈને લૂંટીને ફરાર થતાં હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલે પોલીસે ટ્રેપ ગોઠવીને ગેંગ લૂંટને અંજામ આપે તે પહેલા પકડી પાડી છે. જેમાં પોલીસે સુરત શહેરના કોસાડ આવાસના રહેવાસી ફેયાઝ કયુમ શાહ, રિઝવાન ઉસ્માન શેખ, એઝાઝ હારુન રાઉમાને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી વિરૂદ્ધમાં અગાઉ પણ પોલીસ કેસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ધપરકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.