Get The App

ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર તૈયારીઓ શરુ, જ્યોતિષીએ જણાવ્યો સ્થાપનાના મુહૂર્તનો ચોક્કસ સમય

Updated: Sep 5th, 2024

GS TEAM

Google News
Google News
Ganesh Chaturthi

Ganesh Chaturthi: શ્રાવણ માસની સમાપ્તિ સાથે જ હવે ગણેશ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી 7 સપ્ટેમ્બર-શનિવારે ગણેશ ચતુર્થી છે અને તેની સાથ ગણેશોત્સવનો પ્રારંભ થઈ જશે. અલબત્ત, વરસાદી માહોલને કારણે ભગવાન ગણેશની માટીની મૂર્તિનું વેચાણ પ્રમાણમાં હજુ ઓછું છે.

વરસાદી માહોલને પગલે અમદાવાદના 900થી વધુ પંડાલોના ડેકોરેશન બાકી

ગુલબાઈ ટેકરા, ઈસનપુર, સરસપુર, હાટકેશ્વર, લાલ દરવાજા ખાતેના મૂર્તિ વેચાણકારોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલથી હજુ સુધી માત્ર 40 ટકા જેટલી જ મૂર્તિનું વેચાણ થયું છે. હાલ મોટાભાગના લોકો ઘર-સોસાયટી-ઑફિસ માટે માત્ર એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આવતીકાલથી મૂર્તિના વેચાણમાં વધારો જોવા મળે તેવો અમારો અંદાજ છે. 

900થી વધુ પંડાલોમાં ગણેશજી બિરાજમાન થશે

અલબત્ત, મોટા પંડાલોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ લેવા માટે શુક્રવારે જ લોકો આવશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 900થી વધુ પંડાલોમાં ગણેશજી બિરાજમાન થશે. હાલમાં વરસાદ પડી રહ્યો હોવાથી પંડાલોમાં ડેકોરેશનની કામગીરીમાં પણ વિલંબ થયો છે.

આ પણ વાંચો: વાંચો તમારું 05 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર તૈયારીઓ શરુ, જ્યોતિષીએ જણાવ્યો સ્થાપનાના મુહૂર્તનો ચોક્કસ સમય 2 - image

દરમિયાન જ્યોતિષીઓએ જણાવ્યું કે, 'ગણેશ ચતુર્થીએ સ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ૭ સપ્ટેમ્બર-શનિવારના સાંજે 5:37 સુધી જ જ છે. કેમકે, ત્યાં સુધી જ ચોથ તિથિ રહેશે. ગણેશ પર્વ 10 દિવસ ઉજવાશે અને 17 સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન કરાશે. આ સિવાય અનેક લોકો 3, 5, 7 દિવસ માટે પણ ગણેશ સ્થાપન કરતાં હોય છે.'

ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર તૈયારીઓ શરુ, જ્યોતિષીએ જણાવ્યો સ્થાપનાના મુહૂર્તનો ચોક્કસ સમય 3 - image